કર્મચારીઓની માગ સામે સરકારે શું આપ્યું?:વર્તમાન સરકારની આંદોલન ઠારવાની નીતિ આવનારી સરકાર માટે બની શકે છે જોખમી, આંતરિક વિરોધ હજુ યથાવત
ગુજરાતમાં છેલ્લા એક માસમાં પોતાની વિવિધ પડતર માગ અંગે અનેક આંદોલન કરવામાં આવ્યાં, જેમાં સરકારે અનેક સંગઠનો સાથે ચર્ચા કરી અને અનેક માગનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા. જોકે આંદોલન ઠારવાના પ્રયાસો કરીને આંદોલન નિર્મૂલન સમિતિ દ્વારા અનેક સંગઠનોની અનેક માગો તો સ્વીકારી છે, પરંતુ જે માગો સ્વીકારવામાં આવી છે એમાં ક્યાંક સંગઠનોનો વિરોધ છે અથવા તો તેમની મૂળ માગમાં વચલો રસ્તો કાઢીને અલગ રીતે જ માગ સ્વીકારવામાં આવી છે.
Comments
Post a Comment